ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. બોર્ડે 4 માર્ચ, જે ધુળેટીની જાહેર રજા છે, એ દિવસે જ અનેક વિષયોની પરીક્ષા રાખતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસમંજસ સર્જાયું છે.

કયા વિષયોની પરીક્ષા રજાના દિવસે રખાઈ?

રજાના દિવસે 4 માર્ચે બોર્ડ દ્વારા ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું બોર્ડ પેપર, ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વોનું પેપર તથા ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં જીવ વિજ્ઞાનનું પેપર રાખ્યું છે.

જાહેર રજા ચકાસ્યા વગર જ ટાઈમ ટેબલ?

મળતી માહિતી અનુસાર, બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતા પહેલા જાહેર રજાની યાદી પર ધ્યાન ન આપ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે ધુળેટી જેવા તહેવારની રજાના દિવસે બોર્ડની પરીક્ષા રાખવામાં આવી છે

2023માં પણ આવી જ ભૂલ થઈ હતી

આ પહેલી વાર નથી કે બોર્ડે આવી ભૂલ કરી હોય. વર્ષ 2023માં પણ જાહેર રજાને લઈને ટાઈમ ટેબલમાં ગરબડ થઈ હતી અને વિરોધ બાદ સમયપત્રકમાં ફેરફાર કરાયો હતો. હવે ફરી તેવી જ ભૂલ થવાથી વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.


આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : અમદાવાદ પ્લેન ક્રેશની દૂર્ઘટનાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આખુ વર્ષ ગોઝારુ સાબિત થયું