ગુજરાતમાં હાલમાં દારુ અને ડ્રગ્સના મુદ્દે રાજનીતિ ગરમ છે. વિપક્ષ દ્વારા સરકાર સામે મોરચો શરૂ કરાયો છે. ત્યારે અમદાવાદના વાડજમાં 36.40 લાખની કિંમતનું 357 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયુ છે. ક્રાઈમ બ્રાંચે આ એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.
મામાના દીકરા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે કહ્યું હતું કે, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેમની પાસેથી 36.40 લાખની કિંમતનું 357 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મહિલા આરોપી રાજસ્થાનના સાંચોર ખાતેથી તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી હતી. મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.













