કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તા.૨૨/૦૯/૨૦૨૫થી તા.૨૩/૦૯/૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવાં સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવું છું : CP AHMEDABAD

જી.એસ. મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ભારતીય ન્યાય સંહિતા (BNS)– ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રુએ આ જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરું છું. જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ ફરમાવું છું.

આ હુકમ તા. ૨૨/૦૯/૨૦૨૫ના કલાક ૧૫.૦૦થી તા.૨૩/૦૯/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Follow us on: