જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા 17 ઓગસ્ટ સુધી રસ્તાઓ પર ટુ વ્હીલ/ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ ઉપરાંત દ્વારકા શહેરના કેટલાક વિસ્તારો 'નો પાર્કિંગ' તેમજ 'પાર્કિંગ' ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે
દ્વારકામાં હાથીગેટથી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક – કીર્તિસ્તંભ - દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, કિર્તીસ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે.જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર/ નિલકંઠ ચોક/ દ્વારકાધીશ મંદીર તરફ થ્રી વ્હીલ/ ફોર વ્હીલ/ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.
Also Read
Dwarka News: દ્વારકાના ખંભાળિયામાં લાંચ કેસમાં સીટી સર્વેયર અને વચેટિયાને 4 વર્ષની સજા અને પાંચ હજારનો દંડ
Dwarkaમાં જન્માષ્ટમીનો પ્રસાદ ઘેર આપવાનો દાવો કરનાર વેબસાઈટ એપનો ભાંડો ફૂટયો, મંદિરના ટ્ર્સ્ટે કર્યો ખુલાસો
Dwarka : દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી, ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા
આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
ઇસ્કોન ગેટથી – ભથાણ ચોક –જોધાભા માણેક ચોક – દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ/ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
નો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરેલ છે
દ્વારકા શહેરના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મી. ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી 50 મી. ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર 50 મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મી. ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી 100 મી. ત્રિજ્યા અને કીર્તિસ્તંભ,સુદામા ચોક, ભથાણચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના 200 મી. ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરેલ છે.
વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા
આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથીગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવા વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે.










