અમદાવાદના ઘી કાંટામાં રોજના સેંકડો લોકોના કોર્ટ મેરેજ થતાં હોય છે. ત્યારે ઘીકાંટા રજિસ્ટ્રાર ઓફ મેરેજ ઓફિસમાં હોબાળો મચી જવા પામ્યો હતો. વિધર્મીએ હિન્દુ યુવતીને વેશ પલટો કરાવી લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવતા હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા હતાં અને જબરદસ્ત હોબાળો કર્યો હતો. આ બંને યુવક યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અમદાવાદમાં લવ જેહાદનો વિવાદ વકર્યો
અમદાવાદમાં લવ જેહાદનો વિવાદ વકર્યો છે. પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું છે. હિન્દુ સંગઠને પોલીસની ગાડી રોકીને વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારા લોકોની અટકાયત કરતા મામલો બિચક્યો હતો. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીને કારંજ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં.












