શહેરમાં વેપારીઓને નિશાન બનાવતી મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે. નરોડા વિસ્તારમાં આવેલા 'જે.જે. જ્વેલર્સ'માં પાંચ દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. ગ્રાહકના સ્વાંગમાં આવીને સોનીની નજર ચૂકવી દાગીના ચોરી જતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.


મહિલા ચોર ટોળકી સક્રિય

પકડાયેલી મહિલાઓના નામ ગીતાબેન દેવીપૂજક અને કોયલબેન દેવીપૂજક હોવાનું ખુલ્યું છે. આ મહિલાઓ ગ્રાહક બનીને સોનાના દાગીના જોવાના બહાને દુકાનમાં પ્રવેશતી હતી. જ્યારે વેપારી અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય, ત્યારે અત્યંત ચાલાકીથી પોતાની નજર ચૂકવીને દાગીના પોતાની પાસે છુપાવી લેતી હતી. પાંચ દિવસ અગાઉ તેમણે જે.જે. જ્વેલર્સમાં આ જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો.

90 હજારનો મુદ્દામાલ કબ્જે

નરોડા પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી બંને મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી15 સોનાની ચૂની  2 સોનાની કાનની કડીઓ કુલ મળીને અંદાજે રૂપિયા 90,000 ની કિંમતના સોનાના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે.

વધુ તપાસ શરૂ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ જે.જે. જ્વેલર્સમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ મહિલાઓએ અમદાવાદના અન્ય કયા વિસ્તારોમાં અથવા અન્ય કયા જ્વેલર્સને આ રીતે નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો:Surat: લોકસભા બેઠક પર મુકેશ દલાલની બિનહરીફ જીતનું રહસ્ય ખુલ્યું, પાટીલ-કુંભાણીની મુલાકાતથી રાજનીતિ તેજ

  • Follow us on: