અમદાવાદમાં 9 સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો અને સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ અને ઉત્પાદન કરવામાં આવે છે. અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારના સભ્યોની દુબઈમાં પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન EDની ટીમને ગુનાહિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ મળી આવ્યા છે. EDએ ફેમા કાયદા અંતર્ગત દરોડા પડ્યા અને કાર્યવાહી હાથ ધરી છે.


ગુનાહિત દસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1.01 કરોડ રૂપિયાની રોકડ, 33.34 લાખ રૂપિયાનું વિદેશી ચલણ, 1.6 કિલોગ્રામના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર અને 80 કિલોગ્રામના 168 ચાંદીના બાર જપ્ત કર્યા છે. જેમાં અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારના સભ્યો સાથે સંકળાયેલી દુબઈમાં વિદેશી મિલકતોનો ખુલાસો કરતા વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નવ સ્થળોએ દરોડા

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999ની જોગવાઈઓ હેઠળ અમદાવાદમાં નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ આ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જે અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના પરિસરને આવરી લે છે. જે એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો, સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ નામો હેઠળ તમાકુ પ્રક્રિયા પેકેજિંગ અને ઉત્પાદનમાં રોકાયેલા છે.

આ પણ વાંચોઃ Gujarat News: પોખરણના આકાશમાં વાયુસેનાની આધુનિક તાકાતના જીવંત નજારાનો ડ્રોન શો, જુઓ Video


  • Follow us on: