સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે પોલીસની PCR વાનના બોનેટ પર બેસીને એક કિન્નરે તુ ખીંચ મેરી ફોટો પર રીલ્સ બનાવીને સોશિયલ મિડીયામાં વાયરલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જો કે, બેદરકારી સામે અનેક ટીકાઓ થતાં તાત્કાલિક પોલીસે આબરૂ બચાવવા વોશરૂમ ગયા હોવાનું બહાનુ આગળ ધર્યુ હતું.આ સમયે બે કિન્નરોએ રીલ્સ શૂટ કર્યાનો આક્ષેપ કરીને પોલીસકર્મીએ સાબરમતિ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં બે કિન્નર સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ગાડી પર રીલ્સ બનાવવી ભારે પડી

રિવરફ્રન્ટ ઈ સ્ટમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની PCR વાન ઉભી રાખી પોલીસકર્મીઓ વોશરૂમ ગયા હતા. આ દરમિયાન બે કિન્નરોએ પોલીસની સરકારી ગાડીને જ રીલ બનાવવાનું સ્ટેજ હોય તે રીતે રીલ્સ શુટિંગ કર્યુ હતુ. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મિસબા દે હિના દે નામની કિન્નરે બોનેટ પર બેસીને ડાન્સ કર્યો અને અન્ય કિન્નર અસ્મા મણીયારે વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો અસ્મા મણીયારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પોલીસની આ બેદરકારી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક પીસીઆર વાનના કર્મીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરીને સાબરમતિ રિવરફ્રન્ટ ઇસ્ટમાં બન્ને કિન્નરો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા