અમદાવાદમાં વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. શહેરમાં એક વેપારી સાથે કરોડોની છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ વેપારીને જમીન ખરીદી ફ્લેટ બનાવવાના નામે રોકાણ કરાવ્યું હતું. ત્યાર બાદ વેપારીના અઢી કરોડ રૂપિયા ખંખેરીને જમીનનો સોદો કેન્સલ કર્યો હતો. સરખેજ પોલીસે વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


ફ્લેટ બનાવવાના નામે રોકાણ કરાવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એક વેપારીને ઠગાઈ ખોરોએ જમીન ખરીદી ફ્લેટ બનાવવાના નામે રોકાણ કરાવ્યું હતું. વેપારીના અઢી કરોડ રૂપિયા લઈને ફલેટ બનાવવા માટે લાલચ આપી હતી. ત્યાર બાદ આરોપીઓએ જમીનનો સોદો કેન્સલ કરી નાખતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીઓએ વેપારીને 2.25 કરોડ પરત આપવાનું કહીને એક કરોડ જ પરત આપ્યા હતાં. બાકીના 1.25 કરોડ રૂપિયા નહીં આપીને ઠગાઈ આચરી હતી.

1.25 કરોડ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી

વેપારીએ કિશોરસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ચુડાસમા, જયદીપસિંહ ચુડાસમા, પૃથ્વીજ વણો અને મનિષ રાઠોડ નામના શખ્સો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં 1.25 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ વેપારીનો જમીનનો સોદો કેન્સલ કરીને 1.25 કરોડ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી હતી.


  • Follow us on: