અમદાવાદમાં એક શખ્સ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, વિરાટનગર બ્રિજ નીચેથી વિજય મકવાણાને એસીબીએ લાંચ લેતા ઝડપ્યો છે. AMCની દબાણ શાખામાં સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપીને માંગતો હતો લાંચ, કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજયભાઇ પ્રાગજીભાઇ મકવાણા, ખાણીપીણીની દુકાનો પાસેથી 200 રૂપિયા અને શાકભાજીની લારી પાસેથી રૂપિયા 100ની લાંચ લેતો હતો.


ફરિયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : વિજયભાઇ પ્રાગજીભાઇ મકવાણા

કરાર આધારીત-સીક્યુરીટી ગાર્ડ

ટ્રેપની તારીખ : ૧૫/૧૦/૨૦૨૫

લાંચની માંગણીની રકમ : રૂ.6000

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.6000

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.6000

ધંધો કરવો હોય તો લાંચ આપવી પડશે તેમ કહી રૂપિયા ઉઘરાવતો

આ કામે હકીકત એવી છે કે,રામોલ હાથીજણ વોર્ડમાં બચુભાઇ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરીયાતમંદ લોકો હાથલારીઓમાં વિવિધ પ્રકારનો સામાન રાખી,વેચાણ કરી પોતાનો જીવન ગુજરાન ચલાવતા હોય છે. આ કામના આરોપી પોતે કોર્પોરેશનના એસ્ટેટ/દબાણ શાખામાં હોવાનું જણાવી, આ લારી-ગલ્લાવાળાને અવાર-નવાર દબાણ ઝુંબેશમાં હટાવી શાંતિથી ધંધો કરવા દેતા ન હોય આ હેરાનગતીથી બચવા સારૂ આ લારી ગલ્લાવાળાઓએ આ કામના ફરિયાદી કે જેઓ તે વિસ્તારના સામાજીક કાર્યકર છે તેઓની મદદ માંગેલી જેથી, ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા આરોપીએ આ હાથલારીઓ ઉભી રાખી શાંતિથી વ્યાપાર ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી લાંચ માંગી હતી. 

ટ્રેપીંગ અધિકારી : એ.કે.ચૌહાણ

પોલીસ ઇન્સપેક્ટર એ.સી.બી. ફિલ્ડ-૧

ગુ.રા.,અમદાવાદ તથા એ.સી.બી. ટીમ. 

સુપરવિઝન અધિકારી: જી.વી.પઢેરીયા 

મદદનીશ નિયામક,એ.સી.બી. ફિલ્ડ-૧

ગુ.રા.,અમદાવાદ.

  • Follow us on: