અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે બપોરના સમયે જમાઈએ સસરાના ઘર પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બંદૂક અને રિવોલ્વર જપ્ત કરી હતી. પત્ની ઘરની બહાર નહીં આવતા પતિએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે ફાયરિંગ કરનારના સસરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફાયરિંગ કરનાર જમાઇ રાહુલ સોનીની ધરપકડ

આ ઘટના અંગે ડીસીપી હર્ષદ પટેલે કહ્યું હતું કે, અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીક સુભાષ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની હતી. કૌટુંબિક કારણોસર મનદુઃખ થતાં જમાઈએ સસરાના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર જમાઈ રાહુલ સોનીની પોલીસે ધરપકડ કરી છે. રાહુલ અને તેની પત્ની વચ્ચે બબાલ થઈ હતી. તેણે સસરાના ઘરની બહાર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે બાર બોરની બંદૂક અને રિવોલ્વર કબજે કરી છે. આરોપીએ કેફી પીણું પીધું હોવાની પણ આશંકા છે.

રાહુલ અને તેની પત્ની વચ્ચે થઇ હતી બબાલ

તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ પણ ફાયરિંગ કરનાર રાહુલ સોની સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. શહેરમાં સેટેલાઈટ, સરખેજ અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયા છે. થોડા સમયથી કોઇ કારણસર પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી.રાહુલ ધનશ્યામભાઇ સોનીના લગ્ન ૧૫ વર્ષ પહેલા નવરંગપુરામાં મયુરીબેન સાથે લગ્ન થયા હતાં. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : ગાંધીનગરમાં બેફામ દોડતા ડમ્પરે લીધો યુવકનો ભોગ, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર