ગુજરાતમાં બેફામ દોડતા ડમ્પરે હજારો લોકોના જીવ લીધા છે, ત્યારે ગાંધીનગરના ચિલોડામાં પણ બેફામ દોડતા ડમ્પરે એક યુવકનો જીવ લીધો છે, ચિલોડા પાસે મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરતી ફરાર થયો હતો, ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ગાંધીનગરમાં ડમ્પરે લીધો યુવકનો ભોગ
ચિલોડા-ગાંધીનગર હાઇવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં ડમ્પરે ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત થયું છે, અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે અને ચિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.













