અમદાવાદમાં ઘરફોડ અને વાહન ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દૂધની ચોરીના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. શહેરમાં વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કરતાં અન્ય ગુનાની પણ કબૂલાત સામે આવી છે.
અમદાવાદમાં દૂધ ચોરી કરનારની ધરપકડ
અમદાવાદમાં વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરનારા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. નરોડા પોલીસે વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ નરોડા, નિકોલ અને અમરાઈવાડીમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી 31 હજાર રોકડા અને 35 નંગ દૂધના કેરેટ કબજે કરવામાં આવ્યા છે. મોહમ્મદ શેખની અગાઉ 18 ગુનામાં ધરપકડ કરાઈ હતી.













