26 ફેબ્રુઆરી 1411ના રોજ સુલતાન અહમદશાહે વસાવેલું આ શહેર આજે ભારતની આન, બાન અને શાન છે. સાબરમતી નદીના બે કિનારે વસેલું આ શહેર પૂર્વમાં તેનો ભવ્ય ઈતિહાસ સાચવીને બેઠું છે, તો પશ્ચિમમાં આધુનિકતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.


વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને શૈક્ષણિક ગૌરવ

અમદાવાદનું ગૌરવ આજે માત્ર તેના સ્થાપત્યો પૂરતું સીમિત નથી. મોટેરા ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે IIM અમદાવાદ જેવી સંસ્થાઓએ શહેરને વૈશ્વિક સ્તરે નામના અપાવી છે. રાજકીય રીતે પણ અમદાવાદ અત્યંત શક્તિશાળી છે, જ્યાંથી 21 વિધાનસભા બેઠકો રાજ્યનું ભાવિ નક્કી કરે છે.

 બજેટ 2026-27માં ઓલિમ્પિક માટે સજ્જ થતું અમદાવાદ

તાજેતરમાં નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા 4,08,053 કરોડના બજેટમાં અમદાવાદ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' બનાવવા અને SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે 500 કરોડ ફાળવાયા છે.ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી યુવાનોને પ્રોત્સાહન અપાશે.ગુજરાતને ટેકનોલોજીમાં આગળ લાવવા 1100 કરોડની જોગવાઈ કરાઈ છે.

જનસુવિધા અને આવાસો પર ભાર

સરકારે સામાન્ય માનવીના 'ઘરના ઘર'નું સપનું પૂરું કરવા માટે 3.15 લાખ આવાસો માટે 4272 કરોડ ફાળવ્યા છે. સાથે જ, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ કર્મીઓ માટે 20,444 નવા મકાનો બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધૂળિયાનગરથી ડ્રીમ સિટી, અહમદશાહે વર્ષ 1411માં રોપેલું સપનું આજે બન્યું વૈશ્વિક ફલક


  • Follow us on: