અમદાવાદના બોપલમાં શેરદલાલ કલ્પેશ ટુડિયાએ કરેલી આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે કહ્યું છે કે મૃતક કલ્પેશ પર લૂંટ અને છેતરપિંડીના ગુના છે અને તે દુબઈથી આવેલી પાર્ટી પાસે પૈસા પડાવવા હથિયાર લાવ્યો હતો અને તેના વડે જ તેણે આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.


પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી

અમદાવાદના બોપલમાં ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બોપલમં શિવાલીક રો હાઉસમાં શેર દલાલ કલ્પેશ ટુડિયાએ ફાયરીંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી

મંગાવેલા હથિયારથી જ આપઘાત કર્યો

આ મામલે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઘટના પહેલા સુરેન્દ્રનગરના 2 લોકો ઘરે કલ્પેશને મળવા આવ્યા હતા અને કલ્પેશ ટુડિયા કપડા બદલવા માટે ગયા અને ફાયરિંગ થયું હતું. આત્મહત્યા પહેલા કલ્પેશે આ 2 શખ્સને હથિયાર લાવવા જણાવ્યું હતું. જેથી હથિ.યાર લઇને આ બંને જણા આવ્યા હતા . કલ્પેશે હથિયાર દ્વારા તેમણે આત્મહત્યા કરી હતી.

દુબઇની પાર્ટી પાસેથી પૈસા પડાવાના હતા

ફાયરીંગનો અવાજ આવતાં જ મળવા આવેલા બે લોકો હથિયાર લઈને ભાગ્યા હતા પણ પોલીસે CCTVના આધારે તપાસ કરી બન્નેને ઝડપી લીધા હતા. તેમણે કહ્યું કે મૃતક કલ્પેશ પર લૂંટ અને છેતરપિંડીના ગુના છે અને દુબઈથી આવેલી પાર્ટી પાસે પૈસા પડાવવા હથિયાર મંગાવ્યું હતું.

કલ્પેશને આર્થિક સંકડામણ હતી

કલ્પેશે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠીમાં એક વ્યક્તિ પાસેથી 25 લાખ લેવાના હોવાનું લખ્યુ છે અને આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે . તે મોંઘી ગાડી, ભાડાનું મકાન, મોંઘા કપડા રાખતો હતો અને આ હથિયાર સુરેન્દ્રનગરના અશરફનું હોવાનું સામે આવ્યું છે. મૃતક કલ્પેશ અને અશરફ 7 વર્ષથી ઓળખે છે અને બન્ને ચીટિંગના આરોપી છે

કલ્પેશ સામે ગંભીર 6 ગુના

કલ્પેશ સામે ગંભીર કહી શકાય તેવા 6 ગુના પણ નોંધાયેલા છે જેમાં છેતરપીંડી, હથિયાર રાખવા તથા ચોરી અને મારામારી જેવા ગુનાનો સમાવેશ થાય છે. તેને મળવા આવેલા સુરેન્દ્રનગરના સાહીરખાન મલેક અને રશીદ ખાન મલેકની પોલીસે ધરપકડ કરી તપાસ શરુ કરી હતી



  • Follow us on: