નરોડા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કડકાઇથી પૂછપરછ કરતા ચાંગોદર સફલ વિહાન સોસાયટીમાંથી આજથી બે દિવસ અગાઉ રાત્રીના સમયે તથા હિંમતનગર મોતીપુરા વિસ્તારમાંથી આજથી એક દિવસ અગાઉ રાત્રીના સમયે અમો બંનેએ તથા અમારો મિત્ર સુનિલ સુમન પારઘી એ ભેગા મળીને ચોરી કરેલ અને અમારી પાસે મળી આવેલ ચોરીનો મુદ્દામાલ તે સિવાય બીજો ચોરીનો મુદ્દામાલ સુનિલ પારઘી પાસે છે અને અમે હિંમતનગરથી આવતા હતા તે દરમિયાન રસ્તામાં સુનિલ પારઘી ઉતરી ગયો છે . આ બાબતે તપાસ કરતા હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયેલો છે અને ચાંગોદરમાં ગુનો દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે જેથી નરોડા પીસીઆર વાહને બે ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડી 2 પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી સારી કામગિરી કરેલ છે.


ઝોન 4 હસ્તકના દરીયાપુર, શાહપુર, મેઘાણીનગર, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર એરપોર્ટ પોલીસ સ્ટેશનો ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તા. ૩૧/૦૧/૨૦૨૫, તા: ૦૧/૦૨/૨૦૨૫ અને તા: ૦૪/૦૨/૨૦૨૫ના રોજ શ્રી બી.જે. મેડિકલ કોલેજ ખાતે ઓડિટોરિયમ હોલમાં નવા કાયદાની તાલીમનું આયોજન કરાયું હતું. શ્રી નવનિત ટંડેલ, કાયદા અધિકારી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા ઝોન હસ્તકના કુલ ૯૬૨ પોલીસ અધિકારી/કર્મચારીઓને તાલીમ આપવામાં આવી.

એલ.સી.બી. ઝોન-૪ દ્વારા દરિયાપુર, શાહીબાગ, મેઘાણીનગર, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, એરપોર્ટ વિસ્તારમાં જરૂરિયાતમંદોને ૯૦ રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના વરિષ્ઠ નાગરિકો પ્રત્યે માનવતાનો સુંદર દાખલો પૂરો પાડતાં શી-ટીમ દ્વારા તા. ૧૯/૦૬/૨૦૨૫ના રોજ જીવન જરૂરિયાતની રોજીંદી ચીજવસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવ્યું.વરિષ્ઠ નાગરીકો સાથે હળવા સંવાદ કરી તેમનો આભાર પ્રાપ્ત કર્યો. આ માનવતાભરી પહેલે બતાવ્યું કે શાહીબાગ પોલીસ માત્ર કાયદો જાળવવા માટે નહી પણ સમાજના દરેક વર્ગની સેવા કરવા માટે સમર્પિત છે

 દરિયાપુર પોલીસની ચપળ કામગિરી--દેશભરમાં ખોટા ટ્રાન્ઝેક્શનથી છેતરપીંડી કરનાર ડોક્ટર ઝડપાયો

અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશન હેઠળ ખોટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી સોનાની ચેઇન અને અન્ય વસ્તુઓ લઈ છેતરપિંડી કરનાર ડોક્ટર સુદર્શન યુવરાજ રેડ્ડી (ઉં.વ. ૨૯, વ્યવસાયે ડોક્ટર, નિવાસી - બેંગ્લોર, કર્ણાટક)ને પોલીસે ગણતરીના સમયમાં પકડી પાડ્યો. આ આરોપી અમદાવાદના વસ્ત્રાપુર, એરપોર્ટ અને વાડજ પોલીસ સ્ટેશનોમાં તેમજ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં પણ ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે તેની પાસેથી મેકબુક લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન, ₹૧.૦૩ લાખ રોકડ, દોઢ તોલાની સોનાની ચેઈન સહિત ₹૨.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પીઆઇ આર.જી.દેસાઇ તથા વી.ડી.વાઘેલા તથા પીએસઆઇ બી.સી.ચૌધરીની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસીસ તથા ગુપ્ત બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી. પુછપરછમાં આરોપીએ દિલ્હી, મહારાષ્ટ્ર તથા કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ઓનલાઇન પેમેન્ટના ખોટા મેસેજથી છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી




 એરપોર્ટ પોલીસેઅમેરિકન નાગરિકોને છેતરનારા સાયબર ગુનેગારો ઝડપ્યા

એરપોર્ટ પોલીસ સ્ટેશને આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલી ચિરાગ જગદીશભાઈ મોટવાણી (૨૩) અને અક્ષય લક્ષ્મણદાસ આહુજા (૨૧)ને પકડી પાડ્યા. આ આરોપીઓ Google Voice મારફતે અમેરિકન નાગરિકોને પેડ લોનની લાલચ આપી વોલમાર્ટ ગિફ્ટ કાર્ડ મારફતે નાણાં પડાવી લેતા હતા. પોલીસે તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળી ₹૭૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો. પીઆઇ એન.ડી નકુમ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ વડે આ જાળને ઉકેલી કાઢ્યો હતો આ કામગિરી ઝોન 4ની સાયબર કુશળતા તથા આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સામેની ચપળતા દર્શાવે છે.

 અમરાઈવાડી પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટનો ભાંડાફોડ કર્યો

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની ટીમે બે આરોપીઓ - અતરમસિંહ ઉર્ફે દિદીપસિંહ તોમર (ઉંમર ૨૮) અને દરિયાજ ઉર્ફે સોફીસિંહ (ઉંમર ૨૦)ને ઝડપી પાડ્યા. આ બંને શખ્સો ચોરી અને લૂંટના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન, મોટરસાયકલ, સ્કૂટર, લેપટોપ, કેમેરા અને ઇલેક્ટ્રોનિક સાધનો મળી કુલ ₹૨,૩૮,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પી એસ મમાત્રા અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને તપાસ કરી હતી અને તેમાં બંને આરોપી ચોરી અને લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંદાયેલા ગુનાઓનો મુદ્દામાલ કબજે થયો છે. જેમાં રોકડ , મોબાઇલ ફોન, બાઇક અને સ્કૂટરો તથા લેપટોપ, કેમેરા તતા ઇલેકટ્રીક સાધનો મળીને 2.38 લાખ થાય છે.

 લાખો રુપિયાના દેશી દારૂનો મોટો જથ્થો જપ્ત -ઓઢવ પોલીસની રેડ

તા. ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ ઓઢવ પોલીસ પીઆઇ પી એન ઝીંઝુવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી આફ પટેલ અને તેમની ટીમે વિશેષ રેડ હાથ ધરી સતપાલસિંહ ઉર્ફે દીપક તોમરને પકડી પાડ્યો. તેની પાસેથી ₹૧.૧૭ લાખનો ૫૮૫ લિટર દેશી દારૂ તથા કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹૨.૭૨ લાખની મત્તા કબજે કરવામાં આવી. આ સફળતાએબતાવ્યું કે ઓઢવ પોલીસ યુવાનોને નશાની ખાઇમાં ધકેલતા તત્વો સામે એક પણ પગલું પાછું લેતી નથી. કાયદાની શક્તિ અને મેદાનની મહેનત, બંનેનું અનોખુ સંકલન

ઈકો કાર ચોરીની આંતરરાજ્ય ગેંગનો ભેદ ઉકેલાયો

ઓઢવ પોલીસની સર્વેલન્સ ટીમે આંતરરાજ્ય સ્તરે ચોરાયેલા વાહનોની તપાસ દરમિયાન રાજસ્થાનથી આવેલા આરોપી ફિરોઝખાન અનવરખાન ગનીખાનને પકડી પાડ્યો. આરોપી પાસેથી ત્રણ ચોરાયેલી મારૂતિ ઈકો કાર મળી, જેની કુલ ₹૪.૬ લાખની મત્તા કબજે કરવામાં આવી. આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સક્રિય હતી. ચોરી બાદ નંબર પ્લેટ તતા એન્જિન નંબર ફેરફાર કરી વેચાણ કરતી હતી. પીઆઇ પી.એન ઝીંઝુંવાડીયાની દેખરેખમાં ચાલેલ આ કાર્યવાહી ઓઢવ પોલીસની બુદ્ધી તથા ટેક્નિકલ શક્તિ તથા દ્રઢતાનું ઉત્તમ ઉદાહરણ બની

 ઓઢવ પોલીસની તત્કાલિક કાર્યવાહી-ચેન સ્નેચિંગ કેસમાં વીજળી જેવી ઝડપે આરોપી ફૈસલહુસેન ચાચુ અંસારી ઝડપાયો

શહેરના રસ્તાઓ પર ચાલતા નાગરિકોના હાથમાંથી મોબાઇલ અને ચેન સ્નેચીંગના બનાવો વધતા ઓઢવ પોલીસે ગુનેગારો સામે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી ઓઢવ પોલીસે તા. ૨૩/૦૫/૨૦૨૫ના રોજ પીઆઇ ઝીંઝુવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી આઇ પટેલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી ફૈસલહુસેન ઉર્ફે 'ચાચુ' અંસારીને વીજળી જેવી ઝડપે પકડી પાડ્યો. તેની પાસેથી ગુનામાં વપરાયેલ હોન્ડા ટ્વિસ્ટર બાઇક તથા ચોરાયેલ મોબાઈલ ફોન મળી કુલ ₹૫૫,૦૦૦/-ની મત્તા કબજામાં લેવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે ફૈસલ થોડા દિવસ પહેલા ચાલતા નાગરિકોના મોબાઇલ છીનવી ભાગ્યો હતો. પોલીસની આ તત્કાલિક કાર્યવાહી માત્ર ગુનો ઉકેલવાનો પ્રયાસ ન હતો પણ નાગરિકોમાં પોલીસ હંમેશા સતર્ક છે એવો મજબૂત સંદેશ આપનાર પુરાવો હતો.

ચોરીનો પર્દાફાશ

મણિનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305(A) અને 331(4) હેઠળ નોંધાયેલા ગુનામાં, ૨૮ માર્ચ ૨૦૨૫ની રાત્રે ઘરમાં ઘૂસી ₹૧૩.૯૬ લાખના રોકડ, હીરાના દાગીના અને મોંઘી ઘડિયાળ ચોરી જનાર આરોપી શર્મદ અર્જુન ચુનારા (ઉં.વ. ૨૨, ઇસનપુર)ને મણિનગર પોલીસે તમામ ચોરી થયેલ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો. પીઆઇ ડી પી ઉનડકટ અને સર્વેલન્સ ટીમે સીસી ટીવી ચેક કરીગુનાહિત ઇતિહાસ ધરાવતા શકમંદ અર્જુન ચુનારાને પકડી પૂછપરછ કરી હતી અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા પણ આરોપીની ઓળખ થઇ આખરે ચોરી થયેલ તમામ મુદ્દામાલ સહિત આરોપીને પકડવામાં મણઇનગર પોલીસને સફળતા મળી.

પોલીસે બચાવ્યો એક પરિવાર, આપ્યો નવો જીવન સંદેશ

ઇસનપુર પોલીસ સ્ટેશનની ટીમે સમયસૂચકતા દાખવીને એક આખા પરિવારને આત્મહત્યાથી બચાવ્યો. લોનના દબાણ અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરવા નીકળેલા મહેન્દ્રભાઈ, તેમની પત્ની અને બે બાળકોને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સાબરમતી રિવરફ્રન્ટ પાસે શોધી કાઢ્યા અને તેમને માનસિક સમજણ આપી પરિવારનું પુનઃમિલન કરાવ્યું. 25 માર્ચે ગોપીચંદ હીરાજી જાટોલીયાએ પોલીસને જાણ કરી કે તેમનો પુત્ર મહેન્દ્ર પત્ની અને બે બાળકો સાથે ચિટ્ઠી લખીને ગુમ થઇ ગયો છે. પીએસઆઇ એન આર સોલંકી તતા પીએસઆઇ બી એસ જાડેજાની ટીમે મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરીને પરિવારને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે શોધી કાઢ્યો. એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે માનસિક સમજણ આપી પરિવારજનોને બોલાવી મૈત્રીપૂર્ણ વાતચીતથી પરિવારને ફરી એક વાર કરાવ્યા. આ ઘટનાથી સાબિત થાય છે કે પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ઇસનપુર પોલીસના પ્રયત્નોથી જીવંત થયું છે.

પોલીસ પ્રજાની મિત્ર છે, તેનો જીવંત દાખલો

ગુમ થયેલા મોબાઈલ ફોન પરત સોંપ્યા

નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૬ દ્વારા યોજાયેલા “તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત, વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન અરજદારોને પરત સોંપવામાં આવ્યા: પોલીસ પ્રજાની મિત્ર છે, તેનો જીવંત દાખલો આપતા, તારીખ ૨૪.૦૩.૨૦૨૫ ના રોજ નાયબ પોલીસ કમિશનર, ઝોન-૦૬ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોન મોટી સંખ્યામાં પરત સોંપવામાં આવ્યા. જેમાં ઈસનપુર પોલીસે ૫૦ (કુલ કિંમત ₹ ૯,૫૩,૦૦૦/-), વટવા પોલીસે ૪૭ (કુલ કિંમત ₹ ૫,૨૯,૦૦૦/-), ભીડનગર પોલીસે ૧૭ (કુલ કિંમત ₹ ૧,૮૭,૦૦૦/-) અને જીઆઈડીસી વટવા પોલીસે ૭ (કુલ કિંમત ₹ ૮૪,૦૦૦/-) મોબાઈલ ફોન પરત કર્યા. આમ, કુલ ₹ ૧૭,૫૩,૦૦૦/- ની કિંમતના ગુમ થયેલા મોબાઈલ ફોન અરજદારોને પરત આપવામાં આવ્યા, જેણે પોલીસની કાર્યદક્ષતા અને પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.




કાગડાપીઠ પોલીસની ચપળ કાર્યવાહી, ATM કાર્ડ ચોરીનો ભેદ ઉકેલાયો

કાગડાપીઠ પોલીસે ATM કાર્ડ ચોરી કરી પૈસા ઉપાડનાર આરોપી અમિતકુમાર સુરેશકુમાર જૈન (ઉં.વ. ૩૫) ને પકડી પાડ્યો. આરોપી અલગ-અલગ ATM રૂમોમાં જઈ લોકોની નજર ચૂકવીને તેમના ATM કાર્ડ અને પિન નંબરનો અંદાજ લગાવી પૈસા ઉપાડતો હતો. પોલીસે તેની પાસેથી ૧૭૬ ATM કાર્ડ, આધાર કાર્ડ અને ₹૨૫,૦૦૦ રોકડ સહિત મુદ્દામાલ ઝડપ્યો.

એલસીબીની પ્રશંસનિય કામગિરી , ૨૨ ચોરીના વાહનો સાથે આરોપીઓ ઝડપાયા

ઝોન-૬ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને પકડી પાડ્યા. પીઆઇ મનિષ બ્રહ્મભટ્ટ તથા તેમની ટીમે લગભગ 80 સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી આરોપી સુધી પહોંચી કામગિરી કરી. પોલીસે તેમની પાસેથી સ્પ્લેન્ડર-૧૬, એક્ટિવા - ૩, જ્યુપિટર-૧, બુલેટ - ૧, સાઇન - ૧ એમ કુલ ૨૨ ટુ-વ્હીલર વાહનો કબજામાં લીધા, જેની કિંમત ₹૧૦,૪૫,૦૦૦/- થાય છે.

ઝોન-૬ LCBની બહાદુરપૂર્ણ કાર્યવાહી-સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

ઝોન-૬ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોસઇ મનિષ બ્રહ્મભટ્ટ તથા સ્ટાફે બાતમીના આધારે તૌફીક ઉર્ફે છેલ્લી યુનુસભાઈ કુરેશી (ઉં.વ. ૨૨) ને પકડી પાડ્યો. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને ચોરાયેલા મોબાઈલ ફોન મળી આવ્યા. આરોપી મણિનગર, ખોખરા, નરોડા, કૃષ્ણનગર, સાબરમતી અને રામોલ સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હતો.


  • Follow us on: