અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે ATS દ્વારા શહેરમાં શાહિબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસેથી ટ્રામાડોલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આઠ કરોડથી વધુની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સપ્લાયરને ઝડપીને ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


[[$googlead]]

8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના DySPને બાતમી મળી હતી. જેને લઈને તપાસ શરૂ કરાઈ હતી. પરેશ પારસમલ જૈનને ટ્રામાડોલના જથ્થા સાથે ઝડપ્યો હતો. આ જથ્થો વલસાડ ખાતેથી લાવીને રાજસ્થાન મોકલવામાં આવી રહ્યો હતો. આરોપીને એટીએસ દ્વારા શાહિબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી અંદાજિત 8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે.

આ પ્રકારની દવાઓ નાર્કોટિક્સમાં સમાવેશ થાય છે

 ATSના DIG સુનિલ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, બસમાં તપાસ કરતાં ખાખી પૂંઠાના 6 બોક્સ મળી આવ્યા હતાં. 2018ના ભારત સરકારના નોટિફિકેશન બાદ આ પ્રકારની દવાઓનો નાર્કોટિક્સમાં સમાવેશ થાય છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Valsad News: પોલીસે એક્ટિવાની ડિક્કીમાંથી પકડેલા મુદ્દામાલમાંથી વ્હિસ્કીની મોંઘી બોટલો ગાયબ

[[$alsoread]]


  • Follow us on: