અમદાવાદ ગ્રામ્યમાં ACBની ટીમે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા બોપલ પોલીસ સ્ટેશનના PSI અને હેડ કોન્સ્ટેબલને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.એક ફરિયાદી પાસેથી 10 લાખની લાંચ માગનાર આ બંને પોલીસકર્મીઓ અંતે રકઝક બાદ 5 લાખ રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સમગ્ર મામલે ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ખેડા ACBનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવ્યું

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ વિરુદ્ધ ખેડા ACBમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદી પાસે કોઈ કામના બદલામાં PSI પ્રિતલ ચૌધરીએ 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી.લાંબી રકઝક બાદ લાંચની રકમ ઘટાડીને 5 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.ફરિયાદીએ લાંચ આપવા બાબતે ખેડા ACBનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું.

ACBએ 5 લાખની લાંચની રકમ કબજે કરી 

PSI પ્રિતલ ચૌધરી અને AHC દિલીપ ભોઈ શીલજ સાયબર ક્રાઈમ વિસ્તારમાં 5 લાખ રૂપિયા લેવા માટે પહોંચ્યા હતા.લાંચની રકમનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે ACBની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બંનેને ઝડપી લીધા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લાંચ લેતી વખતે હેડકોન્સ્ટેબલે PSI સાથે વાત કરી લાંચની રકમ મળી ગઈ હોવાની પુષ્ટિ પણ કરી હતી.ACBએ સ્થળ પરથી રૂ.5 લાખની લાંચની રકમ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: DRIના મેગા ઓપરેશનમાં 23 કરોડની કિંમતનું અંદાજે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત



  • Follow us on: