અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બેફામ ડ્રાઈવિંગ કરનારા નબીરાઓ છાકટા બનીને વાહન હંકારી નિર્દોષોનો ભોગ લઈ રહ્યાં છે. હજી ઈસ્કોન બ્રિજ પર થયેલા જીવલેણ અકસ્માતનો કેસ કોર્ટમાં ચાલુ છે. ત્યાં પકવાન બ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો
અમદાવાદના પકવાન બ્રિજ પર અકસ્મતાની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક ગાડીમાં ફસાઈ ગયું હોવા છતાં કાર ચાલકે કાર હંકારે રાખી હતી. હાઈવે પર જતાં લોકોએ કાર ચાલકને ટોક્યો પણ હતો. તેણે આગળની બાજુએ ફસાઈ ગયેલા બાઈકને કાઢીને સાઈડમાં રાખ્યું અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો.
