ધંધૂકામાં વિધર્મી દ્વારા કરાયેલી હત્યા કેસમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળ્યું છે.હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા છે. 14 દુકાનોના શેડ તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે. ખાટકીવાડામાં 5 મકાનોનું દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ છે.
ધર્મેશ ગમારા હત્યા કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ
ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કેસના બંને આરોપીઓને ગઈકાલે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમયગાળામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.













