અમદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યોનો બનાવ સામે આવ્યો છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને લોકોએ તેને પકડી મેથીપાક ચખાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નશામાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે અકસ્માત સર્જ્યો
અમદાવાદના મણીનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરે નશાની હાલતમાં બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોએ વિશાલ ગુર્જરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. વિશાલ ગુર્જર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો હોવાનું સામે આવ્યું છે. વિશાલની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. કારમાંથી એનએસયુઆઈનું બોર્ડ પણ મળ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિશાલ સામે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
