ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસ પકડી રહી છે. રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પરથી દારુ કેવી રીતે ઘૂસે છે તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે કરજણમાં પોલીસે સતત બીજા દિવસે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. પોલીસે બે દિવસમાં બુટલેગરો સામે સપાટો બોલાવી દીધો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
કરજણ પોલીસે સતત બીજા દિવસે સપાટો બોલાવ્યો
કરજણ પોલીસે સતત બીજા દિવસે સપાટો બોલાવ્યો છે. તહેવારના દિવસોમાં રાજ્યમાં ઘૂસાડવામાં આવતા દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી દારુ ઝડપાયો છે. ટેમ્પોના ગુપ્ત ખાનામાં સંતાડેલા ત્રણ લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે તહેવાર ટાણે જ સપાટો બોલાવતા બુટલેગરોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
