રાજ્યમાં આગામી હોળી-ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂબંધીના કડક અમલ માટે કમર કસી છે. એક્સપ્રેસ-વે પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવ્યો હતો, જેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે.
ચોરખાનામાં છુપાવ્યો હતો જથ્થો
પોલીસે જ્યારે ટેમ્પાની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં કંઈ અસામાન્ય જણાયું નહોતું. જોકે, ઝીણવટભરી તપાસ દરમિયાન ટેમ્પામાં બનાવેલું એક ગુપ્ત 'ચોરખાનું' મળી આવ્યું હતું. આ ખાનાની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમાંથી બિયરના કુલ ૧૭૦૪ ટીન મળી આવ્યા હતા.










