અમદાવાદના ગોમતીપુરનો પરિવાર લંડન જવાની લાલચમાં એજન્ટોના જાળમાં ફસાયો છે. પરિવારને દિલ્હીથી શ્રીલંકા અને દુબઈ લઈ ગયા બાદ સંપર્ક તૂટી ગયો. પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી કરોડોની ખંડણી માંગવામાં આવી છે. પરિવાર કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની આશંકા વચ્ચે અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી તપાસ શરૂ કરી છે. આ મામલે ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે અને સરકાર પીડિત પરિવારને મદદ કરશે તેવી હૈયાધારણા આપી હોવાની વિગતો સામે આવી છે.

લંડન જતા પરિવારને બંધક બનાવામાં આવ્યો

એજન્ટ મારફતે વિદેશ જતા લોકો સાવધાન થઈ જજો. અમદાવાદનો વધુ એક પરિવાર વિદેશમાં ફસાયો છે. ગોમતીપુરના પરિવારને 20 એપ્રિલે દિલ્હીથી શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવામાં આવ્યો હતો. આ પરિવારના પુત્રનો ફોટો અમદાવાદમાં રહેતા પરિવારજનોને મોકલવામાં આવ્યો હતો. લોહિથી લથપથ દેખાતા પુત્રનો ફોટો જોઈને પરિવાર ચોંકી ગયો હતો. પરિવારને બંધક બનાવનારાએ પુત્રનો ફોટો મોકલીને એક કરોડની ખંડણી માંગી હતી. ત્યાર બાદ એજન્ટોએ 1.50 કરોડ અને બાદમાં 70 લાખ રૂપિયાની માગ કરી હતી. ગોમતીપુરમાં રહેતા દંપતી અને બે પુત્રો દુબઈ પહોંચ્યા બાદ ગુમ થયાં છે.

અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી પૂછપરછ શરુ કરી

ગોમતીપુરનો આ પરિવાર લંડન જવા માટે નીકળ્યો હતો પણ તેમને દિલ્હીથી શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવાયો હતો. ખંડણીખોરોએ પૈસા તેમના માણસો થકી મોકલવા સૂચના આપી હતી. આ પરિવારને કેન્યા કે ઈથોપિયામાં બંધક બનાવવામાં આવ્યો હોવાની આશંકા છે. લંડન પહોંચવા પ્રતિ વ્યક્તિ 25 લાખની ખંડણી માંગવામાં આવી છે. અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી પૂછપરછ શરુ કરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ