અમદાવાદમાં ATS દ્વારા એક મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, નવસારી તેમજ મધ્યપ્રદેશના દેવાસ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયા છે. ATSના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે જુદાજુદા ઉપનામોનો ઉપયોગ કરતા હતા.તેમની સામે ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીઓ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા
ATS દ્વારા કાર્યવાહી અંગે દાવો કરાયો છે કે, આ પકડાયેલા આરોપીઓ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા અને ગુજરાત તથા મધ્યપ્રદેશમાં જૈશ-એ-મોહમ્મદનું મોટું નેટવર્ક ઊભું કરવાની કોશિશમાં હતા. તેઓ કોઈ મોટી યોજનાને અંજામ આપે તે પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાલમાં આ આતંકીઓ અન્ય કેટલા લોકો સાથે જોડાયેલા હતા અને તેમનું આગામી લક્ષ્ય શું હતું, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.ATS દ્વારા આતંકી નેટવર્કના અન્ય કડીઓ અને સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આંતકીઓ
1. અહમદ અબ્દુલ્લા ગાજીવાળા ઉર્ફે અબુ ઉબૈદા, બનાસકાંઠા
2. ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા, બનાસકાંઠા
3. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા ઉર્ફે અબુ આયા, બનાસકાંઠા
4. ઝકારિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા, પાટણ
5. મુફ્તી ફૌજાન ઇસ્માઈલ દાઉવા ઉર્ફે મુફ્તી સાહેબ, પાટણ
6. મોહમ્મદ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી, પાટણ
7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી ઉર્ફે મોહમ્મદ પાલનપુરી, નવસારી
8. બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા, મધ્યપ્રદેશ
આ પણ વાંચોઃ Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, બે કલાકમાં 6 ઇંચ વરસાદ, Video









