ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા અને સલામતીને સર્વોપરી ગણીને રાજ્ય સરકાર દ્વારા પોક્સો કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.આ નીતિ અંતર્ગત રાજ્યભરમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પરિણામે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સરકારના આ અભિગમને કારણે ગુનાખોરી પર અંકુશ લાવવામાં અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવવામાં મોટી સફળતા મળી રહી છે.રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 1785 પોક્સો કેસોમાં કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે.
241 આરોપીઓને આજીવન કેદની સજા
આ કેસોમાં કસૂરવાર ઠરેલા ગુનેગારો સામે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે જેના પરિણામે 908 આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.જ્યારે 16 કુખ્યાત આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.આ અપરાધો આચરનારાઓ સામે ન્યાયતંત્રની કડકાઈ સમાજમાં દીકરીઓની સુરક્ષા માટે એક મજબૂત ઢાલ સાબિત થઈ રહી છે.વર્ષ 2026ની સ્થિતિની વાત કરીએ તો ચાલુ વર્ષના પ્રથમ 8 મહિનામાં જ પોક્સો કેસો અંતર્ગત 346 મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આવ્યા છે. જેમાંથી 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
