અમદાવાદ શહેરમાં એલસીબી ઝોન-4ને વાહન ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે.આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે રાજસ્થાનના બે આરોપીઓ સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.આરોપીઓ પાસેથી કુલ 15 ચોરાયેલી મોટરસાયકલો,અંદાજે રૂ.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેર, સાબરકાંઠા અને રાજસ્થાનમાં નોંધાયેલા કુલ 11 વાહન ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.


8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરવામાં આવી 

ગત 29 માર્ચે નરોડા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી તેની પાસેથી અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાંથી ચોરાયેલી કુલ 7 મોટરસાયકલો કબજે કરવામાં આવી હતી.તપાસ દરમિયાન રાજસ્થાનના સલુંબર જિલ્લાના બેહુતી ગામના રહેવાસી રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલીતકુમાર ભગવાનલાલ મીણાના નામ ખુલ્યા હતા.જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે મળેલી બાતમીના આધારે મેઘાણીનગર વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વધુ 8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરવામાં આવી છે.

સાગરીતો અને વધુ ચોરાયેલા વાહનો અંગે વધુ તપાસ 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મજૂરી કામ માટે વારંવાર અમદાવાદ આવતા અને અલગ-અલગ જગ્યાએ રહેતા હતા. શહેરમાં અવરજવર માટે તેઓ મોટરસાયકલ ચોરી કરતા, થોડા દિવસ તેનો ઉપયોગ કર્યા બાદ અવાવરુ જગ્યાએ મૂકી ફરી બીજી મોટરસાયકલ ચોરી લેતા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 15 ચોરાયેલી મોટરસાયકલો, રૂ.4.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને અમદાવાદ શહેર, સાબરકાંઠા તથા રાજસ્થાનના કુલ 11 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી, અન્ય સાગરીતો અને વધુ ચોરાયેલા વાહનો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Weather Update : આગામી 7 દિવસ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી, તાપમાન અંગે પણ મોટું અપડેટ



  • Follow us on: