અમદાવાદ શહેર LCB ઝોન-5ની ટીમે બાતમીના આધારે ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોર પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને ચોરીનું હોન્ડા એક્ટિવા મળીને કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ શહેરના બે વણશોધાયેલા ગુનાઓનો ઉકેલ આવ્યો છે.
21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે
જેમાં બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની રોકડ રકમ ઝૂંટવી લેવાનો સ્નેચિંગનો ગુનો તેમજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરવાનો વાહનચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે.પોલીસ તપાસમાં કિશોરની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોર વિરુદ્ધ અગાઉથી જ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરી,ચીલઝડપ અને ઉઠાંતરી જેવા 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.
