અમદાવાદ શહેરના સંવેદનશીલ ગણાતા ખાડિયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાડિયામાં આવેલા બળીયાદેવના ખાંચા પાસે એકટોળા મસ્જિદ આગળ જાહેરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષિલ પરમાર નામના યુવકે પોતાની બહેનને પોતાના મિત્ર સાથે વાત કરતી જોઈ હતી. આ બાબતે જ્યારે હર્ષિલે પોતાની બહેનને પૂછપરછ કરી, ત્યારે બહેને સ્વીકાર્યું કે તેને છેલ્લા 1 વર્ષથી અશફાક સાથે પ્રેમસંબંધ છે.
મિત્રને ઠપકો આપવો હર્ષિલને ભારે પડ્યો
પોતાના જ મિત્ર દ્વારા બહેન સાથે પ્રેમસંબંધ રાખવામાં આવ્યો હોવાની જાણ થતાં હર્ષિલ ગુસ્સે ભરાયો હતો. તેણે તરત જ પોતાના મિત્ર અશફાકને ફોન કરીને આ બાબતે ઉગ્ર ઠપકો આપ્યો હતો. મિત્ર તરફથી મળેલી ટકોર અને રોષથી ઉશ્કેરાઈને અશફાક સંધિએ હર્ષિલ પરમારને જાહેરમાં બોલાવીને ઉગ્ર બોલાચાલી કરી હતી, અને પટ્ટાથી બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો.
