રાજ્યમાંથી વધુ એક વખત ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગેસ ચોરીનું આ મોટું કૌભાંડ ઝડપાયું છે. ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવામાં આવી રહી હોવાનું વધુ એક કૌભાંડ અમદાવાદમાં ઝડપાયું છે. સરખેજમાં પતરાના ગોડાઉનમાં આ કૌભાંડ ચાલતુ હતું. SOGએ દરોડા પાડીને ગેસ ચોરીનું કૌભાંડ ઝડપ્યું છે અને સાથે જ બે આરોપીને પણ ઝડપી પાડ્યા છે.


રાજેશ પરમાર અને હરજીભાઈ પરમારની કરી ધરપકડ

તમને જણાવી દઈએ કે આ કૌભાંડીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શીયલ સિલિન્ડર ભરી લેતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપતા હતા. આ સમગ્ર મામલે SOGએ દરોડા પાડીને રૂપિયા 2.32 લાખના 241 ગેસ સિલિન્ડર સાથે 2 લોકોની ધરપકડ કરી છે. SOGની ટીમે રાજેશ પરમાર અને હરજીભાઈ પરમારની ધરપકડ કરી છે. હાલમાં આરોપીઓને ઝડપીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

28 જૂને અંકલેશ્વર GIDCમાં ગેસ લાઈન ફરી વખત થઈ હતી લીક

તમને જણાવી દઈએ કે 28 જૂને અંકલેશ્વર જીઆઈડીસીમાં DGVCL કંપનીની અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી દરમ્યાન ગેસ લાઈન લીક થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ આવી પહોંચીને ગેસ લાઈન બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં કોહીઝોન કંપની પાસે વીજ કંપની દ્વારા અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી દરમ્યાન પસાર થતી ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીમાં કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી હતી.


  • Follow us on: