અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે આનંદ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં આકસ્મિક દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસ તપાસ દરમિયાન ગોડાઉનમાં ઊભેલી એક બોલેરો પિકઅપ ગાડીની તલાશી લેવામાં આવી હતી, જેમાં ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને અન્ય સામાન સહિત કુલ 11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જપ્ત કર્યો છે.

રાજસ્થાન અને જુહાપુરાના 2 આરોપીઓની ધરપકડ

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રાજસ્થાન અને જુહાપુરાના બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ પૂછપરછમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય બે ફરાર આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેમની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Valsad News : દાદરા નગર હવેલીમાં રહસ્યમય મોતથી ચકચાર, બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો