મ્યુલ એકાઉન્ટની તપાસમાં બાપુનગર પોલીસના હાથે અપહપરણ,ખંડણી અને રુપિયાની વસુલીના પુરાવા હાથ લાગ્યા છે.એટલે કે બેંક અકાઉન્ટમાં ફરતા રુપિયા અને તેના પાછળ ચાલતી વર્મા સિંડીકેટની કાળી કરતુત પોલીસના હાથમાં આવી છે.પોલીસ તે દિશામાં તપાસમાં શરુ કરતા 3 ભોગ બનનારની વિગત પણ સામે આવી છે.જોકે વીડિયો જુના હોવાથી પોલીસ ભોગ બનનારની શોધખોળ શરુ કરી છે.વરુણ વર્માની ધરપકડ બાદ તમામ ખુલાસા થાય તેવી શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

એકાઉન્ટ આપનારને 3 હજાર કમીશન પેટે મળતા

અમદાવાદના બાપુનગર પોલીસની કસ્ટડીમા રહેલા આરોપી ક્રિષ્ના પેન્ટો વિરુધ્ધ પોલીસને માહિતી મળી હતી કે,તે મ્યુઅલ એકાઉન્ટનું રેકેટ ચલાવે છે.જેમાં ખાતા ધારકને દર મહિને 7 હજાર અને એકાઉન્ટ આપનારને 3 હજાર કમીશન પેટે મળતા હતા.જે મ્યુઅલ એકાઉન્ટમાં ડબ્બા ટ્રેડીંગ અને શેર માર્કેટના તથા ગેમીંગના કરોડો રુપિયાની હેરફેર કરવામાં આવતી હતી. પોલીસે ક્રિષ્ના પેન્ટો અને મ્યુઅલ અકાઉન્ટનુ નેટવર્ક ચલાવનાર વરુણ વર્મા વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.ડીસીપી ઝોન-5 જીતેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, બાપુનગર પોલીસે ક્રિષ્નાની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે,વરુણ વર્માની ગેંગ ન માત્ર મ્યુઅલ એકાઉન્ટ પરંતુ હવાલા, અપહરણ અને ખંડણીનું પણ મોટુ નેટવર્ક ચલાવે છે.

નગ્ન કરી માર મારવો અને સોનુ કે સંપતિ લખાવી લેતા

છેલ્લા 5 વર્ષમાં ક્રિષ્નાએ 10 જેટલા અકાઉન્ટ વરુણને આપ્યા હતા.જેમાં રુપિયાની હેરફેરની સાથે અન્ય રાજ્યોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી. જે ફરિયાદ બાદ વરુણે રુપિયા ન ચુવકતા વરુણની કેટલાક લોકો સાથે તકરાર થઈ હતી.તે બાદ વર્મા ગેંગના સાગરીતોએ તેનુ અપહરણ કરી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વરુણ વર્મા અને ક્રિષ્ના પેન્ટો વિરુધ્ધ ફરિયાદ મળતા પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે,છેલ્લા 4 વર્ષમાં સંખ્યાબદ્ધ લોકો પાસેથી આરોપી અને તેની ગેંગે રુપિયા પડાવ્યા છે.જે માટે તેમનુ અપહરણ કરવુ અને નગ્ન કરી માર મારવો અને સોનુ કે સંપતિ લખાવી લેતા હતા.ફરિયાદની સાથે પોલીસ તપાસમાં કેટલાક વિડીયો પણ મળી આવ્યા છે.જેમાં વર્મા ગેંગના સાગરીતોને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ તેમનુ અપહરણ કરી ઢોર માર મારતા દેખાઈ રહ્યા છે.જે અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. 

પોલીસ વરુણ વર્મા અને તેની ગેંગના સાગરીતોને શોધે છે

એક તરફ પોલીસ વરુણ વર્મા અને તેની ગેંગના સાગરીતો ને શોધી રહી છે.બીજી તરફ તેની વિરુધ્ધ અરજી કરનાર અરજદારને પણ મારી નાખવાની ધમકી મળી રહી છે.જે અંગે પોલીસે તપાસ કરતા તમામ આરોપીના ગુનાઈત ઈતિહાસ સામે આવ્યા છે.જેથી તમામની ધરપકડ માટે પોલીસ વધુ કાર્યવાહી શરુ કરી છે.મ્યુઅલ એકાઉન્ટ અને રુપિયા ની હેરાફેરીથી શરુ થયેલી આ ગેંગ હવે ગંભીર ગુનાને અંજામ આપતા સહેજ પણ અટકાતી નથી.જેમાં વેપારીના અપહરણ અને ખંડણી સહિતના ગુનાને અંજામ આપ્યો છે.ઉપરાંત પાલડી માથી મેઘશાહના ઘરેથી ઝડપાયેલા કરોડોના સોના મામલે પણ વરુણની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જે દિશામાં તપાસ શરુ કરી છે. 

આ પણ વાંચોઃ Surat News: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે ગુનો દાખલ, પુણા પોલીસ સ્ટેશન બહાર બરાડા પાડ્યા