અમદાવાદ શહેરમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ઝોન-7 પોલીસની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એલિસ બ્રિજ અને સરખેજ વિસ્તારમાંથી ગાંજાની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પનીબેન મારવાડી અને શાહરૂખ ખાન પઠાણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, એલિસ બ્રિજ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને પનીબેન મારવાડી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 105 ગ્રામ ગાંજો, એક ઓટોરિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,13,250 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

No Drugs in Ahmedabad City: Police Seizes Ganja in Zone-7 Mega Drive

આ જ પ્રકારે, સરખેજ વિસ્તારમાં પણ પોલીસે સઘન તપાસ હાથ ધરીને શાહરૂખ ખાન પઠાણ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ 105 ગ્રામ ગાંજો, ઓટોરિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,13,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આમ, બંને કેસ મળીને પોલીસે કુલ રૂ. 2,26,500 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

No Drugs in Ahmedabad City: Police Seizes Ganja in Zone-7 Mega Drive

નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સ નીતિ યથાવત

અમદાવાદ ઝોન-7 LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ડ્રગ્સના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવી સઘન કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

https://x.com/sandeshnews/status/2123744419522433032?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123744419522433032%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: Ahmedabad News: સરદારનગરમાં દારુ પાર્ટી મામલે ધારાસભ્ય પાયલ કુકરાણીનો ખુલાસો, હું ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી