અમદાવાદ ગ્રામ્ય એસઓજી (SOG) પોલીસને ડ્રગ્સ અને પ્રતિબંધિત માદક પદાર્થો વિરુદ્ધની લડાઈમાં એક મોટી અને શાનદાર સફળતા હાથ લાગી છે. પોલીસને બાતમી મળી હતી કે ધોળકા રોડ થઈને એક શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે સક્રિય બનેલી SOG ટીમે વોચ ગોઠવીને ધોળકા રોડ પરથી એક ટ્રકને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.

અંદાજે 700 કિલોગ્રામ પોસ ડોડાનો જથ્થો જપ્ત

પોલીસે જ્યારે ટ્રકની સઘન તલાશી લીધી, ત્યારે અંદરથી ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં રહેલા પોસ ડોડાના માલનું વજન કરવામાં આવતા તે કુલ 37 કોથળામાં ભરેલો નીકળ્યો હતો. આ જથ્થાનું કુલ વજન અંદાજે 700 કિલોગ્રામ જેટલું થવા જાય છે. પ્રાથમિક અંદાજ મુજબ આ પકડાયેલા સમગ્ર મુદામાલની બજાર કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા (એક કરોડ ચાર લાખ પચાસ હજારથી વધુ) હોવાની માહિતી સામે આવી છે.

મધ્યપ્રદેશથી કચ્છ મોકલવામાં આવતું હતું કાર્ગો

પોલીસ પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત પોસ ડોડાનો મોટો જથ્થો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી ભરીને ગુજરાતના કચ્છ જિલ્લા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. રાજ્યની સરહદોને ક્રોસ કરીને આ પ્રકારે ચાલતા ગેરકાયદેસ રેકેટનો પર્દાફાશ થવાથી પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે.

Ahmedabad News: Rural SOG Seizes 700kg Pos Doda Worth Rs 1.5 Cr

ટ્રક માલિકની ધરપકડ કરી આગળની તપાસ શરૂ

આ ગંભીર મામલે અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે ટ્રક માલિક એવા આરોપી ભેરારામ રામારામની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે કે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કની સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે.


આ પણ વાંચો: Ahmedabad News: બર્ગર ખાતા પહેલા સાવધાન! બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળી ઈયળ, Video