અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. શાહપુર દરવાજા બહાર આવેલા લકી પાન પાર્લર સામે થોડા દિવસો અગાઉ વાહન ચલાવતી વખતે એક્ટિવા અથડાઈ જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે બંને પક્ષે તે સમયે મામલો થાળે પડ્યો હોવા છતાં, મનમાં રહેલી અદાવત રાખીને કેટલાક શખ્સોએ બદલો લેવાનું નક્કી કર્યું હતું.
છરીના ઘા ઝીંકી બે મિત્રો પર જીવલેણ હુમલો
પૂર્વ અદાવતનો બદલો લેવા માટે ચાર જેટલા શખ્સોએ ભેગા થઈને સુમિત વાઘેલા અને તેના મિત્ર પર અચાનક હુમલો કરી દીધો હતો. ઉશ્કેરાયેલા આ શખ્સોએ બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા વાગવાને કારણે સુમિત વાઘેલા અને તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
