અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા શીલજ સર્કલ નજીક હિટ એન્ડ રનની એક અત્યંત દિલઘ્રજાવતી અને ગંભીર ઘટના સામે આવી છે. શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી લક્ઝરીયસ રેન્જ રોવર કાર (નંબર GJ 27 EK 0600) ના ચાલકે એક રેપિડો બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને તેની પાછળ બેઠેલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળ બેઠેલા 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મૃતક મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વતની હતા અને હાલ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા.

બોપલ પોલીસે CCTV ના આધારે કરી ધરપકડ

ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક રાઘવેન્દ્ર કુશવાહ પોતાની રેન્જ રોવર કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને ગાડીની નંબર પ્લેટના ટેકનિકલ પુરાવાઓ આધારે સઘન તપાસ હાથ ધરી હતી અને ટૂંક સમયમાં જ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી રાઘવેન્દ્ર કુશવાહને દબોચી લીધો હતો તેમજ તેની રેન્જ રોવર કાર પણ જપ્ત કરી લીધી હતી.

Shilaj Circle Hit and Run, Raghvendra Kushwaha Arrested

આરોપી બાપુનગરના ધારાસભ્યનો ભત્રીજો હોવાનું ખુલ્યું

આ કેસમાં સૌથી મોટો રાજકીય અને ચર્ચાસ્પદ ખુલાસો એ છે કે અકસ્માત કરનાર આરોપી રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે. એક જનપ્રતિનિધિના પરિવારના સભ્ય દ્વારા આ પ્રકારે બેફામ વાહન ચલાવીને નિર્દોષ નાગરિકનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી રાઘવેન્દ્ર કુશવાહ દ્વારા અગાઉ પણ આવા અકસ્માતો સર્જાયા હોવાની આશંકા છે. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂર્વ ઇતિહાસની અને કાયદાકીય તપાસ વધુ કડકાઈથી શરૂ કરી છે.

આ પણ વાંચો : Bhavnagar News : જેસર પંથકમાં સિંહનો આતંક! ઉગલવાણ ગામે રાત્રે પશુનો શિકાર કરતા સિંહનો લાઇવ વીડિયો વાયરલ