ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી મોહમ્મદના પિતાએ કહ્યું હતું કે, જો મારો દીકરો ખરેખર દેશદ્રોહી નીકળે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેને કડક સજા કરો. તે ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગ અલગ પ્રયોગો કરતો હતો. બીજી તરફ ATS દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે ટાઈમ બોમ્બનું પરિક્ષણ કરતો હતો અને તે પોતાના બચતના પૈસાથી સામગ્રી ખરીદતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

જુઓ આરોપીના પિતાનું નિવેદન


https://www.instagram.com/reel/Da5KdXFG_cE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D


ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગ અલગ પ્રયોગો કરતો

ATS દ્વારા પકડવામાં આવેલા આરોપી મોહમ્મદના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમનો પુત્ર ઉત્તર પ્રદેશની પ્રખ્યાત દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે અને છેલ્લા 6 મહિનાથી તેમની સાથે જ દુકાને કામ પર બેસતો હતો.ઘરમાં તેની પ્રવૃત્તિઓ વિશે વાત કરતા પિતાએ જણાવ્યું કે તે અવારનવાર ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગઅલગ પ્રયોગો કરતો હતો.જેનો હેતુ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે.આરોપીના પરિવારે દેશ વિરોધી ગતિવિધિઓથી પોતાને તદ્દન અલગ કરી દીધા છે.

તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી

પિતા અય્યુબભાઈ અને તેમના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે,તેઓ ક્યારેય પણ આવી કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સહમત નથી અને દેશ હિત જ તેમના માટે સર્વોપરી છે.આ સાથે જ તેમણે એટીએસ અને સ્થાનિક પોલીસની ચાલી રહેલી તમામ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે.હાલમાં એટીએસ મોહમ્મદ અને અમીન શેરાના કનેક્શન તેમજ વિસ્ફોટકો બનાવવાના આ પ્રયોગો કયા મોટા ષડ્યંત્રનો ભાગ હતા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં આરોપીઓ રહેતા હતા

ગુજરાત ATS દ્વારા પાટણ અને બનાસકાંઠામાંથી કૂલ 13 આતંકીઓને પકડવામાં આવ્યા છે. તેઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા રહેતા હતાં. ATSના DIG સુનિલ જોશીએ પત્રકારોને જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેતા હતાં. અવાવરૂ સ્થળે બોમ્બ બનાવી પરિક્ષણ કરતા હતાં. મહંમ્મદ અયુબ કાદરી ટાઈમ બોમ્બનું પરિક્ષણ કરતો હતો. આતંકી પોતાના બચતના પૈસાથી સામગ્રી ખરીદતો હોવાનો દાવો કરાયો છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા કાવતરૂ રચતા હતાં.

આઠ આરોપીઓના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર

જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આઠ આરોપીને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એટીએસ દ્વારા આરોપીના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેની સામે કડી કોર્ટે વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓનું નેટવર્ક ક્યાં સુધી ફલાયેલું છે તે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સાત દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Rajkot News: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ