અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યા દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલા ત્રાગડ રબારી વાસના નાકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ ફુલ સ્પીડમાં રહેલી કાર અંગે હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરી હતી. અકસ્માત બાદ જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી અંદાજે 9 જેટલી સીલબંધ નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

