અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેરમાં બનેલી લૂંટની એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.ક્રાઈમ બ્રાન્ચની એલસીબી ટીમે આ ગંભીર ગુનાનો ભેદ માત્ર ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને જેસૂર સળિયા પાછળ ધકેલી દીધા છે.

લૂંટને અંજામ આપનાર બે શખ્સોના નામ સામે આવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, વાડજ વિસ્તારમાં નાબાર્ડ બેંકની આસપાસ જાહેરમાં લૂંટની આ ઘટના બની હતી.ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતીના આધારે પોલીસે ટૂંક સમયમાં જ ગુનેગારોનું સગડ મેળવીને તેમને દબોચી લીધા હતા. પોલીસની પૂછપરછ અને તપાસમાં આ લૂંટને અંજામ આપનાર બે શખ્સોના નામ સામે આવ્યા છે. 

પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ઝડપાયેલા આરોપીઓમાં મોહમદઅરમાન શેખ અને સોહીલખાન પઠાણનો સમાવેશ થાય છે.આ બંને આરોપીઓ અમદાવાદના જ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.એલસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેથી લૂંટમાં ગયેલા મૂલ્યવાન મુદ્દામાલની પણ સઘન કબજા કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં લૂંટાયેલી વસ્તુઓ જેવી કે,76,200ની કિંમતની એક સોનાની વીંટી, રૂ.40,000ની કિંમતનું એપલ આઈપેડ તેમજ રૂ.10,000 રોકડા રકમ કબજે કરી છે. પોલીસે કુલ મળીને રૂ.1,26,200/-નો ચોરીનો મુદ્દામાલ સુરક્ષિત રીતે રિકવર કરી લીધો છે.

આ પણ વાંચોઃ Mehsana News: અમેરિકા જવાની લાલચમાં ઈથોપિયામાં બંધક બનેલા વડસ્માના ત્રણ જણા મુક્ત, આજે સાંજે ઘરે પહોંચશે