આણંદ જિલ્લાના પેટલાદ નજીક સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે તાજેતરમાં ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. મકાનની અગાસી ઉપરથી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો રૂપિયા બે લાખ ઉપરાંતની રોકડ તથા કિંમતી મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સોજીત્રા પોલીસની સઘન તપાસ
ચોરીની ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સોજીત્રા પોલીસે સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ લંબાવી હતી. સઘન છાનબીન બાદ પોલીસે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા એક સગીર વયના કિશોર સહિત કુલ ૩ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
