આણંદમાં યુવાને કર્યાના સમાચાર સામે આવ્યા છે. ખંભાતમાં રહેતા યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી. યુવાનના આપઘાત મામલે પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. પોલીસના ભયંકર ત્રાસથી યુવાને અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ન્યાયની ગુહાર લગાવતા હોસ્પિટલ ખાતે પરિવારે સૂત્રોચ્ચાર કર્યા.
યુવાનની આત્મહત્યા મામલે પોલીસ પર આક્ષેપ
યુવાનના આત્મહત્યા મામલે જવાબદા વિરુદ્ધ કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતના જહાજ ગામના યુવકે આત્મહત્યા કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. યુવાનના આપઘાત મામલે પોલીસ શંકાના દાયરામાં આવી છે. યુવાન 3.36 લાખની લૂંટ ઘટનામાં ફરિયાદી બન્યો હતો. આત્મહત્યા કરનાર જીગ્નેશ નામનો યુવાન 3.36 લાખ રૂપિયા લઈ ઘરે જતો હતો ત્યારે અજાણ્યા બાઇક સવારોએ પૈસા ભરેલ બેગ લૂંટી લીધી હતી.
લૂંટની ફરિયાદ મામલે પોલીસનો ત્રાસ
લાખો રૂપિયાની લૂંટ થતા જીગ્નેશે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી. લૂંટની ઘટના અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. યુવાનના પરિવારનો આક્ષેપ છે કે પોલીસે લૂંટની ઘટનામાં કાર્યવાહી કરવાના બદલે તેને ટોર્ચર કરતા હતા. લાખો રૂપિયાની લૂંટની ફરિયાદ મામલે છેલ્લા ચાર દિવસથી યુવાનને પોલીસ દ્વારા અસહ્ય ટોર્ચર કરવામાં આવ્યો.
પોલીસનો ત્રાસથી યુવાને દવા ગટગટાવી
પોલીસે લૂંટના આરોપીઓને પકડવાના બદલે જીગ્નેશ ફરિયાદ પાછી લઈ લે તેને લઈને ત્રાસ ગુજારવામાં આવતો હતો. પોલીસનો ત્રાસ અસહ્ય બનતા આખરે જીગ્નેશે ઝેરી દવા પી આત્મહત્યા કરી. પોલીસે યુવાનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે જીગ્રેશના પરિવારે ન્યાય મેળવવા સુત્રોચ્ચાર કરતા ટોર્ચર કરનાર PSI ભરવાડને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.