ગુજરાતમાં અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે. રોજ બરોજ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહન ચાલકો અકસ્માત સર્જી રહ્યાં છે. ત્યારે આણંદના ફતેપુરા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં.

ટ્રક પાછળ કેરીનો ટેમ્પો ભટકાતા અકસ્માત

આણંદના ફતેપુરા ગામ પાસે ટ્રક પાછળ કેરીનો ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેરી ભરેલા ટેમ્પોમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યાં છે. મૃતકો દાહોદના શ્રમિકો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા આ અકસ્માતને લઈને હાઈવે ઓથોરિટી સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતાં. અકસ્માત ઝોનનું સાઈન બોર્ડ પર ત્યાં લગાવ્યું નહોતું. પોલીસે અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃSurat: લક્ઝરી કારો ચોરીને વેચી દેનારી ગેંગનો પર્દાફાશ, વર્ષ 2022થી વોન્ટેડ આંતરરાજ્ય તસ્કર ઝડપાયો