સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આંતરરાજ્ય કાર ચોર ગેંગના સભ્ય મોહમદ ઈમરાન ફૈયાઝઉદ્દીન ખાનની ધરપકડ કરવામાં આવી છે, જે 2022થી પોલીસ પકડથી દૂર હતો.
ચોરીનું મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોહમદ ઈમરાન અને તેની ગેંગ વિવિધ રાજ્યોમાંથી મોંઘીદાટ કારોની ચોરી કરતા હતા. આ ચોરી કરેલી કારોના એન્જિન અને ચેસીસ નંબરમાં ફેરફાર કરી અથવા બનાવટી દસ્તાવેજોના આધારે તેને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં આવતી હતી. આરોપી માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કાર ચોરીના નેટવર્ક સાથે સંકળાયેલો છે.
