અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. 25)ની ગત રાત્રે તેના બૉયફ્રેન્ડે ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-૨માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.
અંજારમાં ASIની હત્યા












