ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા કારોબારીઓ સામે દિલ્હી અને સુરત DRI ની ટીમે મોટો પર્દાફાશ કર્યો છે. ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડ્રગ્સ ફેક્ટરી પર સંયુક્ત દરોડા પાડીને કરોડોના કાળા કારોબારનો ખુલાસો કરવામાં આવ્યો છે.
મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો
સહિયારી કામગીરી દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળેથી મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રૉ મટીરિયલ મળી આવ્યું છે. DRI દ્વારા સ્થળ પરથી આશરે ₹૪૦ લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સના આ ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા 3 શંકાસ્પદ ઈસમોની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લેવામાં આવી છે.
