અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા પોલીસકર્મીનું મોત થયું છે, પોલીસકર્મી અરવિંદ અવચળભાઇનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છે, શ્વાન માટે જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વરમાં હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત થયું
અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉત્તમપુરા (ડાંગિયા) ગામના યુવા પોલીસ કર્મી રવિંદભાઈ અવચળભાઈ ચૌધરીનું દુર્ઘટનાગ્રસ્ત અવસાનના સમાચારથી સમગ્ર પોલીસ પરિવાર અને શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે મૃતક પોલીસકર્મીએ રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા શ્વાનને જોઈ તરત મદદ કરી અને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અને તેનું જીવન બચાવ્યું. પરંતુ, આ સન્માનનીય કાર્ય પૂર્ણ કર્યા પછી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન સાથે અથડાઈ તેમણે પોતાનું અમૂલ્ય જીવન ગુમાવ્યું. છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.













