બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતીવાડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી એક ચોંકાવનારી ઘટના બની છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC - State Monitoring Cell) ની ટીમ જ્યારે વિદેશી દારૂની હેરાફેરી પકડવા માટે રેડ કરવા પહોંચી, ત્યારે બુટલેગરો અને અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર હુમલો (Attack on Police Team) કરી દીધો હતો. આ હુમલામાં એસએમસીનો એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
મેથીપુરા બોર્ડર પાસેથી લક્ઝરી કારોમાં થતો હતો દારૂનો સપ્લાય
પ્રાપ્ત વિગતો અનુસાર, એસએમસીની ટીમને બાતમી મળી હતી કે મેથીપુરા બોર્ડર (Methipura Border) પાસેથી મોંઘીદાટ લક્ઝરી કારો (Luxury Cars) મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમ વોચમાં હતી અને દારૂ ભરેલી કારોનો પીછો કરી રહી હતી. તે દરમિયાન દાંતીવાડાના ડેરી ગામ નજીક પહોંચતા જ બુટલેગરોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસની ગાડી જોઈને દારૂ ભરેલી કારો પૂરપાટ ઝડપે મેથીપુરા તરફ ભાગી છૂટી હતી.
