તહેવારોની મોસમ પૂરી થતાની સાથે જ રાજકોટ (Rajkot) શહેરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન ઓપીડી (Medicine OPD) વિભાગમાં દર્દીઓની સંખ્યામાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ હોસ્પિટલમાં દૈનિક 550 (550) કરતા પણ વધુ દર્દીઓ સારવાર માટે નોંધાઈ રહ્યા છે, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
વાયરલ તાવ, શરદી, ઉધરસ અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને વધતા પ્રદૂષણને કારણે લોકો મોટા પ્રમાણમાં બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને વાયરલ તાવ (Viral Fever), શરદી અને ઉધરસ ના કેસોમાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો (Mosquito-borne Diseases) પણ બેફામ રીતે વકરી રહ્યો છે. તહેવારો દરમિયાન ખાણીપીણીમાં થયેલા ફેરફારો અને બદલાતા વાતાવરણની સીધી અસર લોકોની રોગપ્રતિકારક શક્તિ પર પડી છે, જેના કારણે નાગરિકો હોસ્પિટલના દરવાજા ખટખટાવા મજબૂર બન્યા છે.
