કર્ણાટકના મૈસુરમાં ચાંદીની ફેક્ટરીમાં થયેલી 30 કિલો ચાંદીની લૂંટના આરોપીઓને પાલનપુર પોલીસે ઝડપી લૂંટનો ભેદ ઉકેલયો છે, ડીસા અમદાવાદ અને કર્ણાટકના આરોપીઓએ મૈસુર ખાતે ચાંદીની ફેક્ટરીમાં લૂંટને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તેઓ બનાસકાંઠા ભાગી છૂટ્યા હતા કર્ણાટક પોલીસે બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરતા આરોપીઓનું લોકેશન ડીસા ખાતે ટ્રેસ થતા પાલનપુર પોલીસે ડીસા ખાતેથી આરોપીઓને ઝડપીને ચાર આરોપીઓને કર્ણાટક પોલીસને સોંપ્યા છે.


મૈસુર પોલીસે બનાસકાંઠા પોલીસનો કર્યો સંપર્ક

૨૯ જુલાઈએ કર્ણાટકના મૈસુરમાં ચાંદીની ફેક્ટરીમાં 30 કિલો ચાંદીની લૂંટની ઘટના બની હતી. ચાંદીની લૂંટ કરીને લૂંટારૂ ભાગી છૂટ્યા હતા જોકે મૈસૂર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથધરી હતી, જે બાદ આરોપીઓના લોકેશન બનાસકાંઠામાં ટ્રેસ થતા મૈસૂર પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લીધી હતી અને જે બાદ પાલનપુર પોલીસે આરોપીઓને શોધવા એક ટીમ બનાવી હતી અને ડીસા ખાતેથી આરોપીઓને ઝડપી લીધા હતા મૈસૂર ચાંદીની ફેક્ટરીનો લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જેને આ આખી લૂંટની યોજના બનાવી હતી, બનાસકાંઠામાંથી તડીપાર કિશોર પંચાલે ડીસા અને અમદાવાદના અન્ય ત્રણ આરોપીઓની આ લૂંટ માટે મદદ લીધી હતી.

બનાસકાંઠા પોલીસે ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડયા

આરોપી કિશોર પંચાલે આ લૂંટની ટિપ્સ મોરેના જિલ્લાના રવિ વિનોદભાઈ ઠાકોર કે જે હાલ અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે તેની ટીપ્સની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો કિશોર પંચાલે ડીસાના ચિરાગ ભેમાજી પરમાર કે જે આ લૂંટ માટે ઠાર ગાડી લઈ ગયો હતો અને આ ગાડીમાં જ્યારે આરોપીઓ મૈસુર પહોંચ્યા હતા અને ૨૯ જુલાઈની રાત્રે ચાંદીની ફેક્ટરીના સિક્યુરિટીને ગન બતાવી માર મારી બાંધી અને 30 કિલો ચાંદીની લૂંટને અંજામ આપ્યો હતો જે ઘટના બાદ આરોપીઓ બનાસકાંઠા તરફ ભાગી છૂટ્યા હતા જો કે મૈસૂર પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરી અને બનાસકાંઠા પોલીસને જાણ કરી હતી જેને લઈને પાલનપુર પોલીસને આરોપીઓને પકડવા એક ટીમ બનાવી હતી.

 લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

આરોપીઓને ડીસા ખાતેથી પકડી લીધા હતા લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બનાસકાંઠામાંથી તડીપાર છે જ્યારે રવિ વિનોદભાઈ ઠાકોર કે જે અમદાવાદ મેઘાણીનગર રહે છે અને તેની ટીપ્સ ને આધારે આ લૂંટ ચલાવી હતી જ્યારે પોલીસે ડીસા ખાતે વરુણ જ્વેલર્સ ચલાવતા લક્ષ્મીનારાયણ નંદુભાઈ સોનીની માલ સગેવગે કરવામાં ધરપકડ કરી છે આમાં આરોપીઓએ એકબીજાની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો જો કે પાલનપુર પોલીસે આ ચાર આરોપીઓને ઝડપી અને કર્ણાટક પોલીસને સોંપ્યા છે.. મૈસૂર પોલીસ દ્વારા જાણ કર્યાના ગણતરીના કલાકમાં પાલનપુર પોલીસને આરોપીઓ પકડી લેવામાં સફળતા મળી હતી અને કર્ણાટકમાં થયેલી મોટી લૂંટનો ભેદ ઉકેલાયો હતો.


  • Follow us on: