બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં ભારે હોબાળા અને બબાલ મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરજ પરના ચૂંટણી અધિકારી , SDM પર હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારી અધિકારી પર થયેલા આ હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ હિંસક હોબાળા બદલ સ્થાનિક કોંગ્રેસના 10 જેટલા કાર્યકરો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.

કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે હાઇવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો જેમાં પ્રમુખ - ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભા ખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા મામલો ઉર્ગ બન્યો હતો ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ કરતા કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા.

કોંગ્રેસે અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કર્યા

 જ્યાં પંચાયત કચેરી બહાર ચૂંટણી અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કરતા મામલો વધુ ગરમાયો હતો પરિસ્થિત ને સાચવવા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સદસ્યો બાખડી પડતા 20 મિનિટમાં સભા ને સમેટી દેવી પડી હતી જો કે સભાખંડ માંથી તાલુકા પંચાયતના ભાજપના 10 સદસ્યો નીકળી જતા કોંગ્રેસના 12 સદસ્યો અને કોંગ્રેસના કાર્યકરોએ જવાબદાર અધિકારીઓ સામે રોષ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોઃ Surat News: ઉદયપુર બાંદ્રા ટ્રેનના AC કોચમાં વંદા અને ઉંદરોનો ત્રાસ, 3 વખત ચેઈન પુલિંગ